એ પછી ભાષાકીય વિષયો જેવા કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી… હોય કે પછી સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન જેવા પ્રાયોગીક વિષયો હોય, આ સાથે અત્યંત ઉપયોગી વિષય એવા ગણિતને તો કેમ ભૂલી શકાય?
વ્યવહારિક જીવનની અંદર લગભગ દરેક જગ્યાએ ગણિતનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં થતો હોય છે. એ પછી ગણન હોય કે માપન હોય… તેમાં ગણિત તો આવે જ…
અર્પણ વિદ્યા સંકુલમાં આવા જ ગાણિતીય પ્રાયોગીક કાર્ય કરવામા આવે છે, જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. એમાંથી એક ગાણિતીય પ્રયોગ એટલે વર્ગખંડમાં થયેલા રંગરોગાનનું માપન.
દિવાળી વેકેશન દરમ્યાન શાળામાં રંગરોગાનનું કામ કરવામા આવેલ, અને તેને અનુસંધાને દરેક વર્ગમાં રંગરોગાન કરાયેલા ભાગનું ક્ષેત્રફળ દરેક વિદ્યાર્થી દ્વારા પ્રત્યક્ષ રીતે માપન કરીને ગણતરી કરવામાં આવી.
આ બધી જ બાબતોનું સચોટ માપન કરીને, રંગરોગાનવાળા માણસોની ગણતરી મુજબ જ માપન કરવામાં આવ્યું.
આ બધાના ક્ષેત્રફળની ગણતરી કરીને, ખરેખર કેટલા ભાગમાં રંગરોગાન કરાવવામાં આવ્યું છે તેનું ચોક્કસ માપ મેળવવામાં આવ્યું. આ માપ કોન્ટ્રાક્ટરના માપ સાથે સરખાવતાં એકદમ સચોટ નીકળ્યું.
ઘનફળ વિશેની સમજ કેળવવા માટે, દરેક વિદ્યાર્થીઓને તેમના ઘરે રહેલા પાણીના સ્ટોરેજ ટાંકાના ઘનફળ અને તેમાં સમાઈ શકતા પાણીની ક્ષમતાનું પ્રાયોગીક ગણતરી દ્વારા અવગત કરવામાં આવ્યું.
વૈદિક ગણિતના ઉપયોગ દ્વારા 1 to 99 સુધીના ઘડીયા અને તેમના વર્ગની ગણતરી પણ આંગળીના ટેરવે કેવી રીતે કરી શકાય તે સમજ આપવામાં આવી.
આ ગાણિતીય પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનમાં ગણિતનો ઉપયોગ અને તેની મહત્વતા સમજવા માટે એક ઉત્તમ તક મળી. 🚀
© Proudly Owned by Arpan Vidhya Sankul